GST Section-138-Compounding of crime(Offense)-GST Gujarati ~ Learn Online Income Tax - GST Helpline Guideline
:::: MENU ::::
Custom Search
ગુનાની માંડવાળ - Compounding of Offence-એટલે શું ? કલમ-138

You are reading GST Act,2017 in Gujarati Language.You are reading the GST Act of 2017, in which we are submitting information about Section -138 of the GST Act 2017. According to the information given in GST, section 138, made by the taxpayer or registered person You are reading about the compounding in the crime. You can read about other sections related to fine and crime related to GST Act 2017. Through our complete information about the GST Act 2017, we have been informed.


સામાન્ય રીતે ગુનો બન્યા પછી દંડ કે લેટ ફી થકી ભરપાઈ થયા પછી તેનું નિવારણ થઇ જતું હોય છે. વળી ક્યારેક શિક્ષાત્મક દંડ,ફાઈન કે જેલની  સજાની પણ નોબત આવી શકે છે. જો ગુનો ચાલુ રહેતો હોય તો કાયદામાં ફોજદારી કાર્યવાહીની પણ જોગવાઈ હોય છે. ફાઈન કે જેલ જેવી સજા ફોજદારી કાર્યવાહી (Prosecution) સક્ષમ ક્રિમીનલ કોર્ટ મારફત થાય છે. પરંતુ જયારે આ કાર્યવાહી ટાળવા છેવટે ગુનો કમ્પાઉન્ડ કરવાનું /માંડવાળ કરવાનું પગલું લેવાય છે અને માંડવાળની રકમ ભરપાઈ થતાં ફોજદારી કાર્યવાહી પડતી મુકવામાં આવે છે. જે માટે અર્ધન્યાયિક સત્તા તે અંગેનો ઓર્ડર કરી શકે છે.આમ આ કાર્યવાહી એ સમાધાનકારી વલણ છે.

1. જયારે કોઈ ગુનાના આરોપીએ તેની સામે ફોજદારી કાર્યવાહી શરુ થતાં પહેલા કે પછી તે ગુના સારું નક્કી થયેલ માંડવાળની રકમ ભરશે તો ગુનો માંડવાળ થઇ શકે છે.

કાયદા અન્વયે થતાં માંડવાળ અલબત શક્ય છે પરંતુ જો તેવા ગુના નીચે જણાવ્યા છે તે પૈકી હોય તો કમ્પાઉન્ડીંગ - માંડવાળ થઇ શકશે નહિ.

કમ્પાઉન્ડીંગ- માંડવાળ થઇ શકશે નહિ ગુના :-

A. જે કોઈએ આ કાયદા નીચેના ગુનો કરેલ હશે તેવો ગુનો કરવાનો પ્રયત્ન કરેલ હશે કે તેણે અગાઉ આવા જ કરેલ ગુના માટે શિક્ષા- Punishment ના બદલે તેવા ગુનાની માંડવાળ થઇ હશે તો આવા ગુના સારું માંડવાળ ફરી થઇ શકશે નહિ. આવા માંડવાળ ન થઇ શકે તેવા ગુના જે કલમ-132 માં નીચે પ્રમાણે છે.
1. કરચોરી કરવાના આશયથી કે આ કાયદાની કોઈ જોગવાઈનો ભંગ કરી ને માલ,સેવા કે બંને પુરા પાડયા છતાં Invoice ન બનાવેલ હોય તેણે લગતા નીચેના ગુનાની માંડવાળ થઇ ગઈ હોય.
2. કાયદાનો ભંગ કરી માલ,સેવા કે બંને પુરા પાડયા સિવાય Invoice બનાવી આપે જેથી તેનો ઉપયોગ ખોટી ITC લેવા માટે કે ખોટું રીફંડ લેવા માટે થાય.
3. અને વળી આવા Invoice વાપરી ITC મેળવે.
4. કોઈ રકમ વેરા તરીકે વસુલ કરે પરંતુ તેની ચુકવણી જે તારીખે તે બાકી નીકળતી હોય તેના 3(ત્રણ) માસથી વધુ સમયગાળા દરમ્યાન ન ભરેલ હોય.
5. ઉપરના ગુના સિવાયના અન્ય કોઈ ગુના થકી વેરો ચૂકવવાનું ટાળે, છળકપટ થી ITC કે રીફંડ મેળવે.
6. આ કાયદા નીચેની બાકી હોય તેવી વેરાની કોઈ ચુકવણી ન કરવી પડે તેવા આશયથી રજુ કરવા પાત્ર હોય તેવા હિસાબના બદલે કે ખોટા કે બનાવટી હિસાબો,દસ્તાવેજો કે માહિતી પુરા પાડે.
7.ઉપરની કામગીરી ગુના કરવાનો પ્રયત્ન કરે કે તેમાં મદદગીરી ઠરે.

B. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ ઉપરના ગુના સિવાયના ગુના કે જેમાં જેની સંડોવણી Rs. 1 કરોડ કરતા વધુ મૂલ્યના સપ્લાય બાબતે અગાઉ માંડવાળ કરવામાં આવી હોય.

C. આ કાયદા નીચે જે ગુનો છે તેવો જ ગુનો અગાઉનો કાયદો અમલમાં હોય તે હેઠળ બનેલ બાબતે જે વ્યક્તિને એક વખત સજા કરવામાં આવી હોય.

D. જે વ્યક્તિને આજ કાયદા નીચેના ગુના માટે કોર્ટ ગુનેગાર ઠરાવી હોય.

E. ઉપરાંતન કલમ-132 માં દર્શાવેલ ગુનાઓ પૈકીના ગુના કર્યા હોય જેવા કે જે વ્યક્તિ કોઈ અધિકારીને ફરજો બજાવતા અટકાવે કે અવરોધે તેવો ગુનો કર્યો હોય.તે બાબતે સજા થઇ હોય, જે એવી સેવાના સપ્લાય મેળવે કે તે સાથે તેણે નિસ્બત હોય કે તેવી સેવા મેળવવી/ પૂરી પડવી એ આ કાયદા વિરુધનું છે અને આવા કાર્યોના ગુનામાં મદદગારી કરે.

2. માંડવાળ રકમ કેટલી અને તેની સમાપ્તિ :

આવી માંડવાળની કરવા સારું ઓછામાં ઓછા Rs. 10,000/- અથવા સંબંધિત વેરાના 50% રકમ એ બે માંથી જે ઓછી હોય તેને તે રકમ રહેશે અને વધુમાં વધુ Rs.30,000/- થી ઓછી નહિ તેટલી રકમ અથવા વેરાના 150% બે માંથી જે વધુ હોય તેણે આધીન નક્કી થશે.

3.એક વાર નક્કી થયેલ માંડવાળ ની રકમ ચૂકવાઈ ગયા પછી તે જ ગુના સારું તે વ્યક્તિ સામે વધુ કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે. જો આ ગુના સબબ પ્રોસિકશન શરુ થયેલ હશે તો તે પણ સમાપ્ત થયેલ ગણાશે.

Useful Links :-

GST in Gujarati:-

Section-137-કંપની દ્વારા કરવામાં આવતા ગુનાઓ અંગે 

Section-136-કોઈ વ્યક્તિએ અમુક સંજોગોમાં કરેલ નિવેદન (Statement) પ્રસ્તુત છે

Section-135-દોષયુક્ત માનસિક સ્થિતિ બાબત ધારણા

Section-134-ગુના અંગેની ન્યાયિક નોંધ

Section-133-GST ની માહિતી બાબતે અધિકારી કે જવાબદાર વ્યક્તિ ની જવાબદારી

Section-131-દંડ કે જપ્તી થી અન્ય શિક્ષા માં દખલ નહિ થાય

GST in Hindi :- 

Section-137-कंपनी के अपराध के बारे में

Section-136-किसी ने कुछ परिस्थितियों में दिए गए एक बयान प्रस्तुत किया है

Section-135-दोषपूर्ण मानसिक स्थिति मामले अनुमान

Section-134-अपराध का संज्ञान

Section-133-अधिकारी या जिम्मेदार व्यक्ति की जीएसटी सूचना के संबंध में जिम्मेदारी

Section-131-दंड या अन्य दंड हस्तक्षेप नहीं करेगा


GST in English :-

Section-131-Penalties or other penalties will not interfere

Section-133-Responsibility of the officer or responsible person regarding GST information

Section-134-Judicial note of crime:(Cognizance of Offense)

Section-135-Impact of faulty mental condition

Section-136-Someone has presented a statement made in certain circumstances

Section-137-About Company Offenses



GST IN GUJARATI

GST IN TELUGU

GST IN TAMIL

GST IN PUNJABI

GST IN MARATHI

GST IN MALAYALAM

GST IN KANNADA

GST IN BENGALI

GST IN HINDI





0 comments:

Post a Comment

Readers